કુરન નજીક તકદીર બેચિંગ પ્લાન્ટની સામે ટ્રેઈલર અને ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે મોત
તાલુકાના કુરન નજીક તકદીર બેચિંગ પ્લાન્ટની સામે ટ્રેઈલર અને ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર , હતભાગી યુવક વાહન લઈને કતિરા કન્સ્ટ્રક્શનથી પાછો આવી રહ્યો હતો ત્યારે ખાવડા તરફથી આવતા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટ્રેઈલર સાથે અથડાવ્યું હતું, જેથી ગાડીની કેબિનમાં યુવક દબોચાયો ગયો હતો. ગંભીર ઈજાના પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર ર્ક્યો હતો. ખાવડા પોલીસે આઈવાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.