પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એ’ડીવીઝન ગાંધીધામ પોલીસ
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એમ.એન.દવે એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે દ્વારા અવાર નવાર પ્રોહીબીશન ના ગુના આચરતા પ્રોહી.બુટલેગર મનોજ ઉર્ફે પ્રકાસ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ વિરૂધ્ધ એ’ડીવીઝન ગાંધીધામ તથા દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ દ્વારા ઉપરોક્ત ઇસમને પકડી પાડી એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ને સોંપતા એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે દ્વારા મજકુર ઇસમ ને પાસા તળે અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.
અટકાયતીનું નામ
મનોજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ ઉ.વ-૨૮ રહે ખેતરપાળદાદાના મંદીર પાસે.જુનીસુંદરપુરી,ગાંધીધામ-કચ્છ
ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.
૧)એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૦૫/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,
( (૨)એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૧૮/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,
(3) દુધઈ પો.સ્ટે.ગુ.૨.નં. ૦૧૭૪/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)
(૪) એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે. ગુ.૨.નં.૦૨૩૯/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી આ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.દવે એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે તથા એલ.સ.બી/એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે નો પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે