ભુજ શહેરના  ભાનુશાલીનગર પાછળ રઘુવંશી-નગરમાં છૂટક વેચાતા ગાંજા સાથે શસ્ખ

copy image

copy image

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ શહેરના  ભાનુશાલીનગર પાછળ રઘુવંશી-નગરમાં છૂટક વેચાતા ગાંજાના વેપલા પર SOG  એ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી   આ માલ જેની પાસેથી લેવામાં આવ્યો હતો તે શખ્સ  મૂળ મધ્યપ્રદેશ હાલે ગાંધીધામ રહેતો હોવાનું  નામ ખૂલતાં આ શખ્સને પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે પકડી પાડ્યો  છે. સ્ક્વોર્ડે જાહેર  કરેલી માહિતી અનુસાર ભુજના બી-ડિવિઝનનો 10-11 માસ  પૂર્વેનો  એન.ડી .પી.એસ.  ગુનાનો આરોપી ઉમેશ વીરસિંગ યાદવ (રહે. મૂળ રમા, તા. એટલ, જિ. ભીંડ, મધ્યપ્રદેશ, હાલે રહે. રબારીવાસ, મહાદેવનગર, ગાંધીધામ વાળાને  ગાંધીધામના ગુરુકુળ વોર્ડ નં. 10-બી પાસેથી તેની અટક કરી આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝનને સોપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં સ્કવોર્ડના પી.એસ.આઇ. ડી. બી. વાઘેલા સાથે હે.કો. ધર્મેન્દ્ર રાવલ, કનકસિંહ ગોહિલ, કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઇવર-હે.કો. સુરેશભાઇ ચૌધરીનાઓ  જોડાયા હતા.