પાલેજ નજીક હોસ્પિટલની બાજુના શોપિંગમાં જ આગ, જાનહાનિ નહિ

ભરૂચ વડોદરા હાઇવે પર પાલેજ નજીક આવેલી સીટી પોઇન્ટ હોસ્પિટલની બાજુમાં આવેલાં શોપિંગમાં ઉપરના માળે આગ ભભુકી ઉઠી હતી. જે અંગે ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરવામાં આવતાં ટીમ તુરંત સ્થળ પર પહોંચવા રવાના થઇ હતી. જોકે, રસ્તામાં જાણ થઇ હતી કે, ઘટના સ્થળ સાંસરોદ એટલે કે કરજણ તાલુકામાં આવે છે. જોકે, સ્થિતીને ધ્યાનમાં રાખી ટીમે તુરંત કરજણના ફાયર વિભાગને જાણ કરી જાતે પણ સ્થળ પર દોડી ગયાં હતાં. તેઓ બનાવની જગ્યાએ પહેલાં પહોંચી ગયાં હોઇ તુરંત એક્શનમાં આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અરસામાં કરજણનો લાઇબંબો આવતાં બન્નેએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ