ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી દુધઈ પોલીસ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી.ઝાલા સાહેબ, અંજાર કેમ્પ- આદીપુરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા આપેલ સુચના અન્વયે દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઘરફોડ તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ.ઝાલા તથા દુધઇ પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રીસોર્સીસ તેમજ ટેક્નિકલ સર્વેલેન્સ આધારે ઉપરોક્ત ચોરીના બન્ને ગુનામાં સંડોવાયેલ આરોપીને નીચે જણાવેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાઓ ડીટેક્ટ કરી આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.