વીંછીયાના નાના માત્રા ગામનો એક ઈસમ ઝડપાયો
વઢવાણ : સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહીબીશન જૂગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ જીલ્લામાંથી ગેરકાયદેસર હથિયારોનો સફાયો કરવા અંગે અલગ અલગ ટીમો બનાવી, ચોકકસ હકિકતો મેળવી પરીણામ લક્ષી તપાસ કરવા ડી. એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ, જે અન્વયે એલ. સી. બી. સ્ટાફ દ્વારા, સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ ફરવામાં આવેલ અને હકિકત મેળવી સાયલા તાલુકાના કસવાળી ગામના પાટીયા પાસેથી ઈસમ પ્રવિણભાઇ હનાભાઇ ગરાંભડીયા તા. કોળી રહે. નાના માત્રા તા. વિંછીયા ગેર કાયદેસર લાયસન્સ પરવાના વગર બાર બોર સીંગલ બેરલનો દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિંમત રૂ. પ,૦૦૦ તથા જીવતા કારતુસ નંગ-ર, કિંમત રૂ. ર૦૦ મળી કુલ રૂ. પ,ર૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી, મજકુર શખ્સ વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધણી કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.