શરીર સબંધી ગુના આચરતા લાકડીયા પો.સ્ટે. વિસ્તારના બે ઇસમોને હદપાર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા અવારનવાર શરીર સબંધી ગુના આચરતા નીચે જણાવ્યા મુજબના માથાભારે ઇસમો વિરુધ્ધ હદપારી દરખાસ્તો તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભચાઉનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર રાખી કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી દોઢ વર્ષ માટે હદપાર કરવા હુકમો કરેલ. જેથી પોલીસ ઈન્સપેક્ટર આર.આર.વસાવા લાકડીયા પો.સ્ટે. તથા તેમની ટીમ અને એલ.સી.બી.સ્ટાફ દ્વારા નીચે જણાવેલ બંને આરોપીઓને હસ્તગત કરી હદપારી હુકમોની આજરોજ બજવણી કરેલ છે. (૧) હનુભા હેતુભા જાડેજા ઉ.વ. ૪૭ રહે. શિવલખા તા.ભચાઉ હાલે રહે.ભુજ ૨) દશરથસિંહ રાસુભા જાડેજા ઉ.વ. 30 રહે. શિવલખા તા.ભચાઉઆ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવા લાકડીયા પો.સ્ટે તથા એલ.સી.બી. સ્ટાફ તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.