“દસ થી બાર વર્ષની બાળકી કુકમા ત્રણ રસ્તા ચેક પોસ્ટ ખાતેથી બહેન બનેવી થી છુટી પડી ગયેલ બાળકીને શોધી બહેન બનેવીને પરત સોપતી પધ્ધર પોલીસ”

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા આર ડી જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ,ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર આર એમ ચૌહાણ સાહેબ ભુજનાઓએ ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે આપેલ સુચના તેમજ માર્ગદર્શન મુજબ.

આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ સાહેબ તેમજ કુકમા ત્રણ રસ્તા ચેક પોસ્ટ ના પોલીસ સ્ટાફના માણસો તેમજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો ચેક પોસ્ટે ખાતે હાજર હોય તે દરમ્યાન મંછારામ સોગાજી મારાવાડી રહે ભુજ એકોર્ડ હોસ્પીટલ પાછળ વાળો ચેક પોસ્ટે ખાતે આવેલ અને પોતાની સાળી જે દસ થી બાર વર્ષની ચેક પોસ્ટ પાસે થી આશરે સાડા નવેગ વાગ્યાના અરશામા છુટી પડી ગયેલ જે બાબતે જાણ કરતા પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ સાહેબ તથા સ્ટાફના માણસો તરત જ સી.સી ફુટેજ તેમજ અંગત બાતમીદારો દ્વારા શોધખોળ કરતા રેલડી ફાટક પાસે થી આશરે સાડા અગીયારેક વાગ્યાના અરશામા શોધી પરત બહેન બનેવીને બાળકીને પરત સોપેલ

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.એમ ગોહિલ સાહેબ તથા એ.એસ.આઇ રામસંગજી સોઢા તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ જાડેજા તથા સામતાભાઇ પટેલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ શીવભંદ્રસિંહ રાણા તથા બળદેવભાઇ રબારી જોડાયેલ હતા