કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ ગામમાં નજીકના ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી ને માદક પદાર્થ ગાંજાના છોડ સાથે ઝડપાયો
પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ ગામમાં નજીકના ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી ને માદક પદાર્થ ગાંજાના 4 છોડ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી કુલ રૂા. 39800નો મુદ્દામાલ જપ્ત કરી તેમજ દયાપર પોલીસના હવાલે કરાયો હતો પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર ખાટલા ભવાની મંદિરનો પૂજારી પોતાના અંગત વપરાશ માટે મંદિર પરિસરમાં ગાંજાના છોડવા વાવ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં એક શસ્ખને પૂછપરછ તેમજ તપાસ કરાઇ હતી. જેમાં કશું બહાર આવ્યું ન હતું,પણ મંદિર પરિસરની અંગઝડતી કરતાં ઓરડા પાસે બારમાસીના છોડની વચ્ચે બે માદક પદાર્થ હોય તેવી ગંધવાળા છોડ જોવા મળ્યા હતા. ત્યારપછી સઘન તલાશી લેવાતાં પાણીના ટાંકા પાસેના ઓરડાની પાછળના ભાગે તે જ પ્રકારના બે બીજા છોડ જોવા મળ્યા હતા. આ છોડવા બાબતે ઇશમની પૂછપરછ કરતાં ખાટલા ભવાનીના મંદિર તથા આજુબાજુ અન્ય મંદિરે આવતા દર્શનાર્થે સાધુ- સંતો ગાંજાના ચીલમ પીતા હોય છે અન્ય ગાંજાના બંધાણીઓ આવતા હોવાથી કોઈએ ગાંજાના બીજ કયારામાં નાખી દીધા હશે અને પોતે સાધુ-સંતો માટે આ છોડનો ઉછેર કરી રહ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે સ્થળ પરથી મેળવાયેલા નમૂનાઓની તપાસ કરાવતાં તે ગાંજો હોવાનું બહાર આવ્યું હતું, જેની તપસ કરતાં તે ગાંજો હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્ય નમૂનાને તપાસ માટે મોકલ્યા હતા. પકડાયેલ પૂજારી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી