નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત
તાલુકાના નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. આરોપી હાજર મળ્યો ન હતો. ભચાઉની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નાની ચીરઇ પાસે આવતા ગોકુળ ગામના શખ્સે પોતાના ભોગવટાના ખુલ્લા વાડામાં જુવારના પૂળા નીચે દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસ અહીં દરોડો પડ્યો અને આ વાડા પાસે પહોંચતા વાડાનો ભોગવટો ધરાવનાર શખ્સ ત્યાં હાજર મળ્યો ન હતો. વાડામાં ખુણામાં રાખેલા જુવારના પૂળા હટાવી તપાસ કરાતાં તેમાંથી ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા 1,50,240નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પડ્યો હતો. ફોરસેલ ઇન પંજાબ ઓન્લી લખેલ આ માલ ઇસમ પાસે ક્યાથી આવ્યું તે બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે