એન.ડી.પી.એસના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી તથા આદીપુર પોલીસ
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગે.કા.માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ દ્વારા માદક પદાર્થ હેરોઇન કિ.રૂ.૩૨,૧૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૩૨,૨૦,૪૭૦/- સાથે એક આરોપીને પકડી પાડી ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુનો દાખલ કરાવેલ. જે ગુનામાં માદક પદાર્થ ખરીદનારનું નામ સહ-આરોપી તરીકે ખુલવા પામેલ હોય તેને શોધી કાઢવા ઈન્ચાર્જ પો.ઇન્સ એન.એન.ચુડાસમા તથા પો.સબ.ઈન્સ એન.કે.ચૌધરી એસ.ઓ.જી તથા એસ.ઓ.જી સ્ટાફ તથા આદિપુર પોલીસની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નીચે જણાવેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આદીપુર પોલીસને સોંપવામા આવેલ.
પકડાયેલ આરોપીનુ નામ:-નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી ઉ.વ.૪૮ રહે. રાજવી ફાટક પાસે આવેલ ઝુંપડા નંબર- ૧૨ ગાંધીધામ-કચ્છ.
પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના ડામે નાસતો-ફરતો હતો ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૭૨૪૦૩૭૪/૨૪ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૧૮(સી),૨૯ મુજબ ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પો.સબ.ઈન્સ એન.ડે.ચૌધરી તથા એસ.ઓ.જી.સ્ટાફ તથા પો.સબ. ઈન્સ બી.જી.ડાંગર તથા આદિપુર સ્ટાફ જોડાયેલ હતો.