કિડાણા નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી
તાલુકાના કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી તેમની પાસેથી રોકડ રૂા. 28,850 હસ્તગત કર્યા હતા. કિડાણા ગામે યોગેશ્વર નગર સોસાયટીમાં સાંજના અરસામાં એક શેરીમાં લીમડાના ઝાડ નીચે બેસી અમુક મહિલાઓ જુગાર રમી રહી હતી, તે દરમિયાન અચાનક આવેલી પોલીસે 11 મહિલાઓની ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તા રમનાર આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 28,850 જપ્ત કર્યા હતા.