કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ  રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત 

કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ  રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત થયું હતું.  કિડાણાના આંબેડકર નગર વિસ્તારમાં  રહેનાર રિક્ષાચાલક   આધેડ ગઈકાલે રાત્રિના અરસામાં ગાંધીધામથી કંડલા બાજુ જઈ રહ્યા હતા.  આધેડ પોતાની રિક્ષા લઈને કંડલા ખાત ફ્રેન્ડસ સોલ્ટની  સામે પુલિયા  પાસે પહોંચ્યા  હતા. . તેવામાં  તેમણે  સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પોતે ફંગોળાઈને નીચે પડયા  અને   તેમની રિક્ષા તેમના ઉપર  પડી હતી, જેમાં તેમને ગંભીર  ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.  આ બનાવ અંગે આધેડના ભત્રીજા એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.