કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

ભુજ તાલુકાના કુંદનપર ગામે તાજેતરમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દા માલની ચોરી થઈ હતી આ બાબતે માનકુવા પોલીસની કેરા ઓપી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. એ દરમિયાન એક બળદિયાનો યુવાન શંકાના દારામાં આવ્યા બાદ બળદિયાના વિનોદ મેઘજી હિરાણી અને સુખપર રહેતા બે ઇસમો કલ્પેશ કાંતિભાઈ વાઘજિયાણી અને રમેશ મુરજી વરસાણી રહેવાસી પહાડી વિસ્તાર સુખપર વાળાઓને અટકમાં લઇ તેમની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા આ ચોરીનો પર્દાફાશ થયો હતો અને આ ત્રણેય ઈસમો પાસેથી રૂપિયા 1,27,500/- ના દાગીના તથા 1.94 લાખ રોકડ કબજે કરાઈ હતી. ચોરીની આ ઘટનામાં પટેલ યુવાનોની સંડોવણી ખુલતા પટેલ ચોવીસીના ગામોમાં પણ ચર્ચા થઈ રહી છે આ અંગેની વધુ તપાસ માનકુવા પોલીસે હાથ ધરી છે.