કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાના આસંબિયા ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કોડાય પોલીસ *

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ. જે સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગનાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ અને હાલે લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહિબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ

જે સુચના તથા માર્ગદર્શન હેઠળ એચ.એમ.વાઘેલા, પોલીસ ઇન્સપેકટર, કોડાય પોલીસ સ્ટેશનનાઓ પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલા તથા પો.કોન્સ. કિશોરસિંહ ખેંગારજી જાડેજા નાઓને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે.મુળ-બિદડા તા.માંડવી હાલ રહે.વર્ષામેડી તા.અંજારવાળો બહારથી ટ્રક-ટેન્કરમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલ આ ટેન્કર ટ્રક માંડવી-ભુજ હાઇવે પર આવેલ ભુપતસિંહ વનરાજસિંહ જાડેજા રહે.નાના આસંબિયા તા.માંડવીવાળાના કબ્જા ભોગવટાની વાડીમાં છુપાવી રાખી ટ્રકમાં ભરેલ ઇંગ્લીશ દારૂને કટીંગ કરવાની પેરવી છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી નીચે મુજબનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મુદ્દામાલની વિગત

(૧) ALL SEASONS WHISKY બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૦૮૮

(2) ONE MORE VODKA બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧૪૦

(3) ALL SEASONS WHISKY બ્રાન્ડના ૩૭૫ એમ.એલ.ના કક્વાટરીયા નંગ-૧૦૦૮

(૪) ALL SEASONS WHISKY બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના કક્વાટરીયા નંગ-૧૯૨૦

(૫) ROYAL STAGE BERREL WHISKY બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૨૮૩૨

(૬) ટેન્કર ટ્રક રજી.નં.GJ-12-ZZ-1971 કુલ કિ.રૂ.૩૮,૦૮,૪૦૦/-

અટક કરવા પર બાકી આરોપી

(૧) સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે.બિદડા તા.માંડવી હાલ રહે.વર્ષામેડી તા.અંજાર

(૨) ભુપતસિંહ વનરાજસિંહ જાડેજા રહે.નાના આસંબિયા તા.માંડવી

(3) ટેન્કર ટ્રક રજી.નં.GJ-12-ZZ-1971 નો ચાલક

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એચ.એમ.વાઘેલા તથા એ.એસ.આઇ. ધીરજભાઇ પી. ભાનુશાલી તથા પો. હેડ કોન્સ. મુળરાજભાઇ કે. ગઢવી, પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા તથા વિપુલભાઇ એ. પરમાર તથા હરીભાઇ એમ.ગઢવી, વિપુલભાઇ ડી. ચૌધરી, મોહનભાઇ બી. લોઢા તથા પો.કોન્સ. કિશોરસિંહ કે. જાડેજા જોડાયા હતા.