કાલાવાડ પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી
મ્હે. શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી બી.બી.ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા ખંતપુર્વક પ્રયત્નો કરવા સુચના આપેલ.
જે અનુસંધાને ગઈ તા.૦૬/૦૪/૨૦૨૪ ના રોજ નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા | પો.કોન્સ. લાખાભાઇ રબારી તથા પો.કોન્સ. મોહનભાઈ ગઢવી નાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, કાલાવાડ ટાઉન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.- ૧૧૪/૨૦૨૪ ઈ.પી.કો. કલમ- ૩૭૯ મુજબના ગુન્હા કામે ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમ નાના અંગીયા ગામની સીમ વિસ્તારમાં હાજર છે તેવી બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી સ્થાનીક જગ્યાએથી એક ઇસમને ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે પકડી સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ મોબાઇલ કબ્જે કરી તથા સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ ઇસમને અટક કરી કાલાવાડ પોલીસ સ્ટેશને ઉપરોક્ત બાબતની જાણ કરી ચોરી થયેલ મોબાઇલ તથા આરોપીને હસ્તગત કરવા જાણ કરેલ છે.
આરોપીના નામ :-
(૧) રાકેશ શાંતીલાલ ગરાસીયા ઉવ.૧૮ રહે.નદી ફળીયું,ઇટાડી તા.સંજેલી જિલ્લો- દાહોદ
શોધાયેલ ગુન્હો:-
(૧) કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.- ૧૧૪/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧)ઓપ્પો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના આઇ.એમ.ઈ.આઇ. નંબર- ૮૬૩૮૭૯૦૬૧૨૪૪૭૩૦, ૮૬૩૮૭૯૦૬૧૨૪૪૭૨૨ જેની કિં.રુ. ૫૦૦૦/- ગણેલ તે
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓ:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા તથા એ.એસ.આઇ. યશવંતદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ. નિકુંજદાન ગઢવી તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા પો.કોન્સ. લાખાભાઇ રબારી તથા પો.કોન્સ. મોહનભાઈ ગઢવી તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.