ધ્રબના એલાઈટ કાંટા પાછળ જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ ખેલી પોલીસના સકંજામાં
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રબના એલાઈટ કાંટા પાછળ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી પાડ્યા હતા. મુંદ્રા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ધ્રબના આશુતોષ સી.એફ.એસ. પાસે આવેલા એલાઈટ કાંટા પાછળ જાહેરમાં બેસી ગંજીપાનાં વડે જુગાર રમતા પાંચ જુગારપ્રેમીને રોકડા રૂા. 3260ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.