મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન  ટ્રેનમાં  સૂઇ જતાં મોબાઇલની તસ્કરી થતાં રેલ્વે પોલીસ મથકે ફરિયાદ

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન  ટ્રેનમાં  સૂઇ જતાં તસ્કરોએ તેના રૂા. 15,000ના મોબાઇલની તસ્કરી કરી હતી. મહારાષ્ટ્રના  બદલા પુરમાં  રહી ગેરેજનું કામ કરતાં ફરિયાદી  તેમજ તેનો મિત્ર  ગત તા. 20/3ના સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલ હતા હતા. ભુજ કામ અંગે આવી રહેલા યુવાનો ગાંધીધામ  પહોંચ્યા જ્યાં એન્જિન પાવર બદલાતું હતું, ત્યારે ફરિયાદી પોતાનો મોબાઇલ કપડાં ભરેલા બેગમાં મૂકી સૂઇ ગયો હતો. ત્યારબાદ ભુજ પહોંચતાં પોતાનો મોબાઇલ કોઇ શખ્સો ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.જે અંગેની રેલ્વે પોલીસ મથકે ફરઈયાદ નોંધાઈ છે ચોરી નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી