સાગબારા તાલુકાના કેલ ગામે દીપડાએ વાછરડાને મારી ખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
સેલંબા સાગબારા તાલુકાના કેલ ગામે ગત રાત્રે એક દીપડાએ વાછરડાને મારી ખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વહેલી તકે દીપડાને પાંજરે પુરવા માંગ કરી છે.મળેલ માહિતી મુજબ કેલ ગામમાં માં રાત્રે એક શખ્સ ના ઘરમાંથી દીપડાએ કાચા ખપેડાની લિપણ વાળી ભીંત ફાડીને વાછરડાના બચ્ચાને ખેંચી જઇ તેનો શિકાર કર્યો હતો॰જેના કારણે ગામમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.હાલ ખેતીની ઋતું ચાલી રહી છે પરંતુ દીપડાના ભયના કારણે ખેડૂતો ખેતરો માં જવાથી ભયભીત બન્યા છે .કેલ ગામના લોકોની માગ છે કે વનવિભાગ ના આધિકારીઓ દ્વારાં દીપડા ને પકડવાની કામગીરી હાથ ધરાય. .ભરુચ અને નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં ભારે પ્રમાણમાં વધારો જોવા મળે છે.વધતાં જતાં વધારાને કારણે ગામના લોકોમાં પરેશાની જોવા મળી રહી છે .