ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલ ટેન્કર અજાણ્યા ઇસમો દ્વારા હંકારી તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલની તસ્કરી

કંડલા ખાતે આવેલી ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલું ટેન્કર અજાણ્યા ઇસમો હંકારી જઈ તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું. કંડલા મરીન પોલીસના દ્વારા જણાવેલ માહિતી મુજબ તા.5/4થી તા. 6/4 દરમ્યાન આ બનાવ બન્યો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરના  કબજાના ટેન્કરમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક કંડલાની કચ્છ ઓઇલ કંપનીમાંથી સાંજના સમયે ટેન્કરમાં સોયાબીન ઓઇલ 24.400 ટન ભરીને  ઇમામી કંપની ખાતે ખાલી કરવા ગયેલ હતા. ચાલકે કંપનીના બહારના ભાગે વાહન પાર્ક કરી ઘરે જતાં રહ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા વાહન હંકારી  સીલ તોડી તેમાંથી 5 ટન અને 690 કિલો સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું.  ચોરી કરીને આરોપી ટેન્કરને મોડવદર પુલિયાની નીચે આવેલા પેટ્રોલપંપ પાસે મૂકી આરોપી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ચોરીનો  ગુનો નોંધી આગળની વધુ  તપાસ હાથ ધરી છે.