હાર-જીત નો સટ્ટો રમતા બે ઈશમો સાથે 67,400નો મુદ્દામાલ  હસ્તગત કરાયો

copy image

copy image

ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં ઓફિસ બહાર ખુરશી રાખીને મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમતા બે આરોપી શખ્સને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂા. 67,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો  હતો. શહેરના ઉષા પેટ્રોલ પંપ પાસે ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં યુવાનની વાડી કોમ્પલેક્સમાં પોલીસે ગઇકાલે સાંજના અરસામાં  છાપો માર્યો હતો, આ ઇમારતના ઉપરના માળેની ઓફિસ બહાર બે શખ્સ ખુરશી પર બેસી સટ્ટો રમી રહ્યા હતા,  તેવામાં અચાનક  ત્રાટકેલી પોલીસે  ખુરશી ઉપર બેઠેલા  આદિપુરના બે શખ્સોને પકડી લીધા હતા. આ બંને શખ્સ પોતાના મોબાઇલમાં  સાઇટ ખોલી તેમાં ઓનલાઇન આઇ.ડી. મેળવી પૈસા નાખી તેના વડે હાર જીતનો સટ્ટો રમી રહ્યા હતા. ગઇકાલે ચાલી રહેલ મેચ દરમ્યાન આ બંને શખ્સ સટ્ટો રમી રહ્યા હતા.  સટ્ટો રમતા આ શખ્સો પાસેથી બે મોબાઇલ તથા રોકડ રકમ એમ કુલ રૂા. 67,400નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.