ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી 25 વર્ષીય એક યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ શહેરના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી યુવતીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું કહી લગ્નની લાલચ આપી બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા મૂળ મેરાઉ તા. માંડવી ના એક યુવક વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી હતી. આરોપીએ 25 વર્ષીય એક યુવતીને પોતાના છૂટાછેડા થઈ ગયાનું જાળાવી યુવતીને લગ્નની લાલચ આપી ગાંધીધામમાંથી પોતાની સાથે લઈ ગયો હતો.ત્યાર પછી યુવતી ગુમ થઈ જતાં પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સે યુવતીને જિલ્લા બહાર લઇ જઇ તેને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.તે સમય દરમ્યાન બનેલા આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.