પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ આડેસર પોલીસ સ્ટેશન નુ ઈન્સ્પેકશન યોજાયું

હાલ લોકસભા ચૂંટણી ની તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી ચુંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે થાય તે માટે તૈયારી નો આરંભ કર્યો છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથકના વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આડેસર પોલીસ મથક હેઠળના મતદાન મથકો તથા આડેસર પોલીસ ચેક પોસ્ટ ની મુલાકાત લઈ જરૂરી સુચના આપવામાં આવી હતી આજે યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન આડેસર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા એ પોલીસ પરેડ ..તથા પોલીસ સ્ટેશન ના રેકોર્ડ તથા પોલીસ કર્મચારીઓ ના વિવિધ ખાતાકીય પ્રશ્નોઅંગે ચર્ચા કરી હતી આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સુચના આપવામાં આવી હતી તદુપરાંત ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ન્યાયિક રીતે થાય તે માટે મતદાન મથકો ની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચના આપી હતી આડેસર પોલીસ લાઇન તથા આઉટ પોસ્ટ તથા અનુસુચિત જાતિના મહોલ્લા ની મુલાકાત લીધી હતી આડેસર પોલીસ મથકે યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા રાપર સીપીઆઇ વી.કે ગઢવી આડેસર પીએસઆઈ બી.જી.રાવલ રીડર પીએસઆઇ ડી.એલ.ખાચર પીએસઆઇ જે.જી.રાજ એસપી ના પી.એ.ખીમજી ભાઇ ફોફલ હરપાલ સિંહ રાણા દુર્ગાદાન ગઢવી તથા આડેસર પોલીસ મથક નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો