પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી નેત્રંગ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્રારા જીલ્લામાં નાસતા-ફરતા આરોપી પકડવા માટે સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર.ઓઝા અંકલશ્વેર વિભાગ, અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.વસાવા અંક્લેશ્વર સર્કલનાઓની સુચના અને માર્ગદર્શનના અનુસંધાને જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે આર.આર.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેકટર નેત્રગં પોલીસ સ્ટેશનનાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પો.સ્ટે.ના નાસતા-ફરતા આરોપીની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા ચોકકસ માહિતી મેળવી કે,નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી રૂપેશભાઇ નંદલાલ વસાવા રહે.કેલ્વીકુવા,નવીવસાહત,તા.નેત્રંગ,જી.ભરૂચનાઓને ચોક્કસ બાતમીના આધારે નેત્રંગ માર્કેટયાર્ડ ખાતે ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ-સી ૧૧૧૯૯૦૫૨૩૦૭૫૨/૨૦૨૩,પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬ (બી),૯૮(૨),૮૧ મુજબના ગુનામાં અટક કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) આરોપી રૂપેશભાઇ નંદલાલ વસાવા રહે.કેલ્વીકુવા,નવીવસાહત,તા.નેત્રંગ, જી.ભરૂચ.
વોન્ટેડ ગુનાની વિગત
(૧) નેત્રંગ પો.સ્ટે.ગુ.ર.નંબર પાર્ટ-સી.૧૧૯૯૦૦૫૨૩૦૭૫૨/૨૦૨૩,પ્રોહી એક્ટ કલ-૬૫(એ) (ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ,
આરોપીનું ગુનાહિત ભુતકાળ
(૧) નેત્રંગ પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.ન.૧૧૧૯૯૦૦૫૨૩૦૩૪૭/૨૦૨૩,પ્રોહી એકટ કલમ-૬૫ (એ)(એ),૮૧,૯૮(૨) મુજબ,
(૨) નેત્રંગ પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.ન.૧૧૧૯૯૦૦૫૨૩૦૫૨૪/૨૦૨૩,પ્રોહી એકટ કલમ-૬૫(એ) (ઇ),૮૧,૯૮(૨) મુજબ,
કામગીરી કરનાર અધિકારીઓના નામ
પો.સ.ઇ. આર.આર.ગોહીલ તથા અ.હે.કો.મુળજીભાઇ ખાનસિંગભાઇ,અ.હે.કો.જયસિંગભાઇ મણીલાલ,આ.હે.કો.પરમાનંદભાઇ ઘનશ્યામભાઇ,અ.પો.કો.ચંપકભાઇ હરીસિંગભાઇ,અ.પો.કો.ઉદેસિંહ જવાનસિંહ નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ