ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું
ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં થોડા સમય પહેલાં કિશોરી અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો છે. મજૂરીકામ કરનારો આ પરિવારના અન્ય સભ્યો ગઈકાલે કામે હતા, તે સમયે યુવતી ઘરે એકલી હતી, જે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણીએ પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવન ટુકવ્યું હતું . બનાવ અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.