વરસામેડી તેમજ રાપરમાં વિજશોકથી બે યુવાનના મોત

copy image

વરસામેડીમાં ચાંપની મરંમત વેળાએ વીજશોક 31 વર્ષીય યુવાને એ જીવ ખોયો હતો  વરસામેડીમાં કકનહોમ વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ સોસાયટીમાં રહેનારો  યુવાન પોતાના ઘરે વીજ મોટરની ચાંપ રિપેર કરી રહ્યો હતો. તે દરમ્યાન  તેને વીજશોક લાગતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેમજ બીજો એક બનાવ રાપરના રામવાવમાં  મોટર ચાલુ કરવા જતાં 41વર્ષીય યુવાનને  વીજશોક ભરખી ગયો હતો આ બનાવ રાપરના રામવાવ ગામની  સીમમાં ખેતરમાં બન્યો હતો.  ખેડૂત  ગઈકાલે સાંજના અરસામાં  પોતાના ખેતરે હતા, ત્યારે વીજશોક લાગતાં  તેને સારવાર અંગે હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો..