ભુજની યુવતી સાથે ઓનલાઈન 54 હજારની ઠગાઇ

copy image

copy image

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવા વેચવાની મૂકેલી જાહેરાત જોઇ, ભુજની યુવતીએ સંપર્ક કરતાં તેની સાથે 54 હજારની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. જો કે, સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ મદદરૂપ બની રકમ પરત અપાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)દ્વારા મળેલ માહિતી અનુસાર  ભુજની  યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ હતી, જેમાં જણાવાયું હતું કે, એક આર્મિ ઓફિસરની પોતાનાં વતનમાં બદલી થયેલ  છે અને તેમને એક્ટિવા વેચવાનું છે. આથી અરજદારે   સામાવાળાનો સંપર્ક કરતાં ચતુર ઠગબાજે વાતોમાં લઇને વિશ્વાસ બેસાડી અરજદાર પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂા. 54,143 ઓનલાઇન મેળવી લીધા ત્યાર બાદ એક્ટિવા ન આપી, અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. આથી યુવતીએ પોતાની સાથે ફ્રોડ થયાનું જણાઇ આવતાં તેમણે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે અરજદારને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ તેમનાં ખાતાંમાં પરત અપાવી હતી.