ધાણીપાસા વળે જુગાર રમતા બે જુગારપ્રેમી પોલીસના સકંજામા
શહેરના ભીડનાકા બહાર ધાણીપાસાનો જુગાર રમતા બે જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.બપોરના અરસામાં ભીડનાકા બહાર રોયલ હોટેલની પાછળ દેશલસર તળાવની ગલીમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે યુવાનને રોકડા રૂા. 16,800ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.