વડલી ગામની સીમમાં મહિલાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચારનાર આરોપી શખ્સ પાલારા જેલના હવાલે

copy image

copy image

ખાવડા નજીક આવેલ વડલી ગામના સીમમાં મહિલાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચારનાર આરોપી શખ્સને પાલારા જેલના હવાલે કરી દેવાયો છે. ત્યારે આ મામલે માહિતી મળી રહી છે કે, આ ગુના કામેના આરોપી ઈશમ વિરુદ્ધ ખાવડા પોલીસ મથકે ભોગ બનનાર મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોધાવવામાં આવેલ હતી.જે અનુસાર ભોગ બનનાર મહિલા વડલી ગામની સીમમાં એકલા હતા તે સમય દરમ્યાન તેમની એકલતાનો લાભ લઈ આરોપી શખ્સે બળજબરી પૂર્વક તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ ચકચારી ગુનાના આરોપી શખ્સને ખાવડા પોલીસે દબોચી કોર્ટમાં રજુ કર્યા બાદ પાલારા જેલ હવાલે કરી દેવાયો છે.