કાર્ગો, ઝોનમાં પોલીસ દ્વારા દેશી દારૂ માટે તપાસ

ગાંધીધામના બી ડિવીઝન પોલીસ દ્વારા કાર્ગો અને ઝોન વિસ્તારમાં દેશી દારૂની બદીને કાબુમાં લાવવા માટે  તપાસ ચાલુ રાખીને ત્રણેક સ્થળોએ રેડ પાડીને નાની મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના ગુડસાઈડ, ઝોન સવીસ રસ્તા પર બચુ વિરા નાયક દેશી દારૂનું વેંચાણ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે રેડ પાડીને તેને 20 થેલી અને 6 લીટર અન્ય જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તો નટવાસમાં રેખાબેન નરેશભાઈ નટ પોતાના ઘરમાં દેશી દારૂનું વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડતા 18 થેલી અને 9 લીટર જથ્થો મળ્યો હતો. પરંતુ શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. ત્રીજી તપાસમાં એકતાનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે શનીબેન ચંદુભાઈ કોલીના ઘરમાં રેડ પાડતા ત્યાંથી 10 લીટર જેટલો જથ્થો મળી આવ્યો હતો. આ ત્રણેય તપાસમાં એલસીબી દ્વારા કરાયેલી તપાસમાં શખ્સ પકડાઈ ગયો હતો. તો બીજા બે પ્રકરણમાં શખ્સઓ સ્થળ પર મળી આવ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *