તુણા નજીક બાઈક કારની અડફેટે આવતા 2ને ઇજા
કંડલા પાસે તુણા વંડી વિસ્તારમાં કારે બાઈકને અડફેટે લેતા બે ઇજાગ્રસ્ત થયા હતા. કંડલા મરીન પોલીસ સ્ટેશને તુણામાં રહેતા ઉસ્માનભાઈ ઈબ્રાહીમ બાપડાએ અલ્ટો કાર નંબર જીજે 12 ડીએ 6167ના ચાલક ગની સોઢા વિરુદ્ધ ફરિયાદ લખાવતા જણાવ્યુ હતુ કે તેવો તેમની બાઈક જીજે 12 એએન 7181 પર જઈ રહ્યા હતા અને તેમની પાછળ સાહેદ ફારુખ મહંમદ સાયેચા બેઠા હતા. ત્યારે તુણા સ્કુલની સામે શખ્સ કારે આવીને તેમની બાઈકને અડફેટે લઈને ફરીયાદીને માથા અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ તેમજ સાહેદને કમર અને પગમાં ઈજાઓ કરીને સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી આદરી હતી.