સેક્ટર-7 વિસ્તારમાં રાત્રિ વોક કરનાર એક મહિલાના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ
copy image

શહેરના સેક્ટર-7 વિસ્તારમાં રાત્રિ વોક કરનાર એક મહિલાના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી એક યુવક નાસી ગયો હતો. ફરિયાદી યુવતી સાસરીયેથી માવતરે ડિલિવરી પ્રસંગે આવેલ ત્યારે આ દીકરી અને ફરિયાદી એવા માતા ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીમાં વોક કરવા નીકળ્યા હતા. તેઓ રવિ મેડિકલ સ્ટોર પાસે પહોંચતાં પાછળથી નંબરપ્લેટ વગરની એક બાઈક આવી હતી. જેના ચાલકે ફરિયાદીના હાથમાંથી રૂા. 6000ના મોબાઈલની ચીલઝડપ કરી નાસી ગયો હતો. આ આરોપીએ કાળા રંગના કપડાં પહેર્યાં હતાં તથા 23થી 30 વર્ષનો પાતળા બાંધાનો હોવાનું પોલીસ મથકે નોંધવામાં આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી તેને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.