ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર કર્યો હુમલો
રાપર તાલુકાના ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી આદિપુરમાં રહેનાર ફરિયાદી પોતાના વતન રાપરના ધબડા ગામે ગયા હતા જ્યાં પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા, પરંતુ કંઇ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને બાદમાં લાકડી, છરી, ધારિયું લઇને આવ્યા હતા અને ખેતર બાબતે બોલાચાલી કરી આ વૃદ્ધ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી