કારમાં તોડફોડ કરી શખ્સને જાનથી મારી નાખવાની આપી ધમકી
અંજાર નજીક કંપનીના મેનેજરની કારમાં તોડફોડ કરી શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા સોસાયટીમાં બન્યો હતો. મનાક્ષિયા કોટેડમેટલ-ચાંદ્રાણી કંપનીના સહાયક જનરલ મેનેજર એવા ફરિયાદી આ સોસાયટીમાં કંપનીની ઓફિસ પાસે કાર પાર્ક કરવા ગયા હતા ત્યારે આરોપી ત્યાં આવી તમારી કંપનીએ નોકરીમાંથી છૂટો કર્યો છે, ઉપરથી અહીં ગાડી કેમ રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદી જતા રહેતાં રાત્રિના ભાગે આ શખ્સે કારના કાચ તોડી નાખ્યા હતા જે અંગે ફરિયાદીને જાણ થતાં તે ત્યાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.