ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચર્યો

 ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો  આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી – ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ  હાથ ધરી છે.