એ.સી.બી.ની સફળ ડીકોય
આ કામે એ.સી.બી. ગાંધીઘામને માહિતી મળેલ કે, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટરલીંગ હોસ્પિટલમાં ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’’ હેઠળ નાગરીક લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે આ કાર્યવાહી સરકારશ્રીના નિયમોનુસાર તદ્દન નિશુલ્ક કરવાની હોય છે પરંતુ એ.સી.બીને માહિતી મળેલ છે કે સ્ટરલીંગ હોસ્પીટલ ખાતે આ આયુષ્માન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા લોકો પાસેથી ‘‘આયુષ્માન કાર્ડ’’ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૪૦૦/- થી ૫૦૦/- સુધીની માંગણી કરી સ્વીકારે છે. જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ આ ડિકોય છટકા દરમ્યાન આ કામના આરોપીએ આજરોજ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫૦૦/- ગેરકાયદેસરની લાંચની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો સ્વીકાર્યો હતો