દરશડી ગામે કપાસના વેપાર દરમિયાન વજનકાંટાને લઈ સર્જાયેલી બવાલ પછી થયેલી નાસભાગ બાદહૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ
દરશડી ગામે કપાસના વેપાર દરમિયાન વજનકાંટાને લઈ સર્જાયેલી બવાલ પછી થયેલી નાસભાગ બાદ શખ્સ બેભાન થયા હતા અને હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ગઢશીશા પોલીસે હાલતુરત અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની એફએસએલ તપાસ માટે જામનગર મોકલ્યો હતો. ત્યાંથી હેવાલ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે આપેલી વિગતો અનુસાર , અન્ય વેપારીઓ સાથે દરશડી ખાતે કપાસનો સોદો કરવા ગયા હતા, જ્યાં થયેલી નાસભાગ બાદ તે શખ્સ બેભાન થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ગઢશીશામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તે દરમિયાન, મોમાયમોરા ના અગ્રણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી દરશડીના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરતા વેપારીઓએ વજનકાંટામાં ગરેનીતિ કરી હોવાની ખેડૂતોને શંકા જતાં આ મામલે વેપારીઓ સાથે બવાલ થઈ હતી. જો કે, રાત સુધી મામલો શાંત થયો હતો. તે દરમિયાન મોડી રાત્રે શખ્સને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેમાં તેમનું મુત્યુ થયુ હતું.