શહેરના જીઆઇડીસી પાસે યુવાન ને ટ્રકે હડફેટે લેતાં યુવાનનુ મોત

શહેરના જીઆઇડીસી પાસે યુવાન ને ટ્રકે હડફેટે લેતાં મોત નીપજ્યું હતું  સાંજે 5.30 વાગ્યાના અરસામાં જીઆઇડીસી પાસે કોમલ ગેરેજની સામે ટ્રક નીચે ભુજનો યુવાન આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતાં તેમના કાકાઇભાઇ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી છે.