કચ્છના વિકાસમાં ચાર મુખ્ય સ્થંભો પાયા સમાન છે.ઔદ્યોગીક, ખેતી, પ્રવાસન અને ડેરી…. –વિનોદભાઈ ચાવડા.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કચ્છનો વિકાસ ચાર મુખ્ય સ્થંભો પર કરેલ છે, ઔદ્યોગિક, ખેતી,
પ્રવાસન અને ડેરી. આ ચાર મુખ્ય સ્થંભો કચ્છના વિકાસમાં પાયા સમાન છે. આ સાથે જ આદરણીય મોદી સાહેબ એ માલધારી –પશુપાલકો – ગ્રામ્ય શ્રમીકો – નાના ખેડૂતો તેમજ બાળકો, યુવાનો, મહિલાઓ સૌ માટે શિક્ષણ, રોજગાર, સહાય – યોજનાઓ,આરોગ્ય સુવિધાઓ, રક્ષણ સહિતની જીવનજરૂરી બાબતો છેવાડાના માનવીને મળે તે પ્રત્યે સતત જાગૃત રહી કાર્ય કર્યું છે અને વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને ટોચ પર લાવવાનો સંકલ્પ નિર્ધારિત કર્યો છે ત્યારે દેશમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ બનાવવાના સંકલ્પસાથે જનસમર્થન માટેની અપીલ કરતા કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ ભુજ તાલુકાના ભુજોડી, ગડા, કુકમા,લેર, વરલી, થરાવડા, કોટડા (આથમણા – ઉગમણા), રતીયા, બાઉખા સમા, બાઉખા ઓઢેજા, મકનપર, ઢોસા, મખણા, રામવાડી,પીરવાડી, સુમરાસર જત, ટાંકણાસર, વટાછડ, કમાગુના, નથથરકુઈ, વીછીયા, વ્યારા અને મિરજાપર ગામનાગ્રામજનોસાથે તથાભુજ મધ્યે ભાનુશાલી સમાજ, દશનામ ગોસ્વામી સમાજ, વાલ્મીકી સમાજ, મારૂ કંસારા સોની સમાજ અને બ્રહ્મ સમાજનાઅગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી.
શ્રી વિનોદભાઈ એ ભુજ ખાતે શ્રી સમસ્ત જૈન યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ
દાદાવાડી મધ્યે પ્રભુ મહાવીર સ્વામીની ભક્તિ ભાવના પ્રસંગે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તથા ભુજ તાલુકાના કેરા ગામેશ્રીસ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત “શ્રીમદ્ સત્સંગિજીવન સપ્તાહ પારાયણ – વાર્ષિક પાટોત્સવ” પ્રસંગે હાજરી આપી કથાનુંશ્રવણ કર્યું હતું. ત્યારબાદ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ વિધાનસભામાં ભુજ શહેર ખાતે મધ્યસ્થ ચૂંટણીકાર્યાલયના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી, મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, લોકસભા વિસ્તારક શ્રીવૈભવભાઈ બોરીચા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી કુંવરબેન મહેશ્વરી, અમૂલ અને સરહદ ડેરીના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, પાર્ટી આગેવાન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રીમોહનભાઈ ચાવડા સાથે કાર્યકર મિત્રો જોડાયા હતા.