જુદી જુદી બે કાર્યવાહી દરમિયાન 97,600 નો શરાબનો જથ્થો કબ્જે કરાયો

copy image

copy image

લખપત તાલુકાના પાનધ્રોમાંથી પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે એલસીબીએ રૂા. 53,400નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન આ કામનો આરોપી હાજર મળ્યો ન હતો. એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબીના પીઆઇ એસ.એન. ચૂડાસમા  અને પીએસઆઇ ટી.બી. રબારીની સૂચના અને  માર્ગદર્શનના અનુસંધાને એલસીબીની ટીમ શનિવારે અડધી રાત્રે લખપત તાલુકામાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે,  અપનાનગર-પાનધ્રોના રહેવાસી ઈસમ પોતાના   કબજા ભોગવટાનાં મકાનમાં  ભારતીય બનાવટનો શરાબનો જથ્થો  રાખી વેચાણ કરે છે. આ બાતમીનાં આધારે મધ્ય રાત્રે એલસીબીની  ટીમે દરોડો પાડતાં શરાબની 324  બોટલ  કિં. રૂા. 53,400નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. જ્યારે આરોપી  હાજર મળી આવ્યો ન હતો.  નારાયણ સરોવર પોલીસને  મુદ્દામાલ સોંપી  આરોપી   વિરુદ્ધ પ્રો. હિ. એકટ હેઠળ ગુનો દાખલ કરાવામાં આવ્યો હતો.   બીજી તરફ ગાંધીધામમાં પોલીસે એક ગાડીમાંથી રૂા. 44,200નો દારૂ હસ્તગત કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી ફરાર હતો ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં કિશોરકુંજ  એપાર્ટમેન્ટ  પાસે રોડની  બાજુમાં  નંબર પ્લેટ વગરની ઊભેલી  મારુતિ-800માં દારૂ હોવાની  બાતમીના  આધારે આ વાહનમાં તપાસ હાથ ધરાઈ હતી. દરમ્યાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 24 હજારની કિંમતની 60 બોટલ તથા  14 હજારની કિંમતના 144 નંગ કવાર્ટરિયા અને રૂા. 5,800ની કિંમતના બિયરના  58 ટીન સહિતનો  જથ્થો કબજે  કરાયો હતો. એક લાખની કિંમતનું  વાહન  પણ કબજે કરાયું હતું. આરોપી  પોલીસના હાથમાં આવ્યો ન હતો.