રાપરમાં વૃદ્ધાની પજવણી સાથે ચાર જણે તેમના પર હુમલો કર્યો હોવાનો મુદો પોલીસ દફ્તરે નોંધાયો
copy image

રાપરમાં વૃદ્ધાની પજવણી સાથે ચાર જણે તેમના પર હુમલો કર્યો હોવાનો મુદો પોલીસ દફ્તરે નોંધાયો હતો. શહેરમાં ગત તા. 17/4ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે 65 વર્ષીય મહિલાએ રાપર તાલુકાના સેલારીના આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તહોમતદારોએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ઘરના આંગણામાં ત્રિશૂલ મારી ર40 હજારનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ ભોગ બનનાર ઉપર ત્રિશૂલ અને લાકડી વડે હુમલો કરવા સાથે તેમનું વત્ર ફાડી નાખ્યુ હતું. ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરતાં તેના મનદુ:ખ તથા કેસ પરત લેવા મુદ્દે હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવમાં ભોગ બનનારને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. રાપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.