ભચાઉ તાલુકાના વોંધ નજીક મોટર સાઈકલની ટકકરથી 57વર્ષીય આધેડ મહિલા નું મૃત્યુ
ભચાઉ તાલુકાના વોંધ નજીક મોટર સાઈકલની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 57વર્ષીય આધેડ મહિલા નું મૃત્યુ થયું હતું. વેંધ ગામની મહિલા ગત તા .19/4ના સવારે 8 વાગ્યાના અરસામાં વેંધથી પગપાળા છાડવાડા રામદેવપીર મંદિર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન નાયરા પેટ્રોલપંપ પાસે 300 મીટર દૂર સામખિયાળી તરફ જતા નેશનલ હાઈવે ઉપર મોટર સાઈકલના ચાલકે ટકકર મારતા તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં આ મહિલાને ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે લવાતા ત્યના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનાએ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.