કેરા ગામના વાડિવિસ્તારમાં ગંજીપાના વડે જુગાર  રમતા  ચાર  જુગાર પ્રેમી પોલીસના સકંજામાં

copy image

copy image

ભુજ તાલુકાના કેરાના વાડીવિસ્તારમાં  ઢળતી સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગાર પ્રેમીઓને  પોલીસે  ઝડપી પાડયા હતા.   સાંજે સાત વાગ્યાની  આસપાસ કેરા  ગામે પિયાવા  વિસ્તારમાં  શખ્સની  વાડીની  વચ્ચે  ખુલ્લામાં  ગંજીપાના  વડે જુગાર રમતા ચારે શખ્સને રોકડા રૂા. 11120, બે બાઇક કિં. રૂા. 45000 અને બે મોબાઇલ કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 71,120ના મુદ્દામાલ સાથે માનકૂવા પોલીસે ઝડપી આગળની  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.