નાગણી કંડલા હાઈવે પર શનિવારે બપોરના અરસામાં ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર :એકનું મોત
નાગણી કંડલા હાઈવે પર શનિવારે બપોરના અરસામાં ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં ટેન્કર ચાલક જીવતો ભુંજાઈ ગયો હતો.કંડલા સિરોહી હાઈવે પર બનેલ આ બનાવમાં હાઈવે પર જઈ રહેલા અન્ય એક ટ્રોલી ચાલકે 2 મિનિટમાં જ ત્રણ લોકોના જીવ બચાવ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર બે કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. ત્રણ લોકોને બચાવનાર અલવરના રહેવાસી ટ્રોલી ડ્રાઈવરએ જણાવ્યું કે શનિવારે બપોરે 1:30 વાગ્યે હાઈવે પર ઓવરટેક કરવાને કારણે આ અકસ્માત થયો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ટેન્કરમાંથી ડ્રાઇવરનું માત્ર હાડપિંજર જ મળ્યું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીએ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.