માનકૂવામાં ગઇકાલે 16વર્ષીય કિશોરને પાછળથી ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મોત
માનકૂવામાં ગઇકાલે બાઇકચાલક મૂળ વડાવા કાંયા હાલે મિરજાપર રહેતા 16વર્ષીય કિશોર ને પાછળથી ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું મૂળ નખત્રાણા તાલુકાના વડાવા કાંયાના હાલે મિરજાપર રહેતા 16 વર્ષીય પુત્ર ગઇકાલે રાત્રે વડવા કાંયાથી પરત પોતાના ઘરે મિજાપર સ્પેલન્ડર બાઇક લઇને આવી રહ્યો હતો, ત્યારે રાત્રે 9-30 વાગ્યે માનકૂવા પાસે એમઆરએફ ટાયરના વર્કશોપ સામે પહોંચતાએ બાઇકને પાછળથી ટક્કર મારતાં ચેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના પિતા લઇ આવ્યા હતા જ્યાના ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત કરી ટ્રકચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકી ભાગી ગયો હતો. મૃતક ચેતનના પિતાએ માનકૂવા પોલીસ મથકે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.