લગ્ન પ્રસંગે જતાં ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો : એકનું મોત

copy image

copy image

અંજારના ભુવડ વિસ્તારમાં અજાણ્યા ટ્રકે કારને ટક્કર મારતા કર્મા સવાર ત્રણ મિત્રો ઇજાગ્રત થયા જેમથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંદરના સમાગોગા ગામના ત્રણ મિત્રો  swift કાર લઈ મુન્દ્રાથી અહેમદાબાદ  લગ્ન પ્રસંગે જય રહ્યા હતા, તે દરમિયાન ભુવડ વિસ્તારમાં સૂર્યા કંપની પાસે અચાનક કોઈ અજાણ્યા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ગુચડો બોલી ગયો હતો જેમાં  એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં આદિપુરની ખાનગી હોસ્પીટલમાં icuમાં સારવાર તળે રખાયા છે જ્યારે ત્રીજાને સામાની ઇજાઓ પહોચી હતી. બનાવની જાણ થતાં અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોચી ઘટનાની નોંધ લઈ આગળની વધુ કયેદસની કાર્યવાહી હાથ ધરી હતી