મેવાસા ગામના પાટિયા પાસે રોંગ સાઇડમાંથી પૂર ઝડપે આવેલી બાઇક હાઇવે પર જતી બાઇકમાં અથડાતાં બન્ને બાઇકના ચાલકોનું મોત જ્યારે એક ઇજાગ્રસ્ત

રાપર તાલુકાના મેવાસા ગામના પાટિયા પાસે રોંગ સાઇડમાંથી પૂર ઝડપે આવેલી બાઇક હાઇવે પર જતી બાઇકમાં અથડાતાં બન્ને બાઇકના ચાલકોનું મોત નિપજ્યુ હતું તો એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક મૃતકના ભાઇએ ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ત્રંબૌની કારૂવાંઢમાં રહેતા ફરિયાદીએ ગાગોદર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર , તેમના ભાઇ તા.21/4 ના રાત્રે 12 વાગ્યાના અરસામાં મેવાસા પાટિયા પાસે બાઇક લઇને જઇ રહ્યા હતા તેમના ભાઇ ચલાવી રહ્યા હતા તે સમયે રોંગ સાઇડમાંથી આવેલા બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે તેમના ભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમની સાથે બાઇક પર સવારને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં અકસ્માત કરનાર બાઇક ચાલક જુના મેવાસાના 21 વર્ષીય યુવાને પણ જીવ ગુમાવતાં બે માનવ જીવનનો અંત આણ્યો હતો. ગાગોદર પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે હાલ બન્ને મૃતક પરિવારોમાં શોક નો માહોલ હતો.