જ્યુડિશિયલ કસ્ટડીના દિવસો વધ્યા: 7 મે સુધી જેલમાં રહેવું પડશે કેજરીવાલને

copy image

copy image

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિલ્હી લીકર પોલિસી કેસમાં મોટા સમાચાર બહાર આવ્યા છે. ત્યારે આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કેજરીવાલની રાજકોટ જ્યુડિશિયલ કસ્ટડીના દિવસો વધ્યા છે. કેજરીવાલને 7 મે સુધી જેલમાં રહેવું પડશે.  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી કેસ સંબંધિત ED કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને BRS નેતાઓ કે કવિતા અને ચેનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. તમામ આરોપીઓને તિહાડ જેલમાંથી વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટનો નિર્ણય તેના પત્ની સુનીતા કેજરીવાલની હાજરીમાં તેમના ડૉક્ટર સાથે દરરોજ 15 મિનિટની તબીબી પરામર્શ માટે પરવાનગી માંગતી અરજી આમ આદમી પાર્ટીના કન્વીનરની અરજીને ફગાવી દેવાના એક દિવસ બાદ આવ્યો હતો. દિલ્હી કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવે અને કોઈ વિશેષ કન્સલ્ટિંગની જરૂર જણાય તેવા કિસ્સામાં તિહાડ જેલ સત્તાવાળાઓ એઈમ્સના ડિરેક્ટર દ્વારા મેડિકલ બોર્ડની નિમણૂક કરશે જેમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટનો સમાવેશ કરવામાં આવશે .