દલિત યુવાનને મોતને ઘાટ ઉતારનાર ASI આખરે પોલીસના સકંજામાં

COPY IMAGE

COPY IMAGE

મોટા સમાચાર સામે આવ્યા છે માલવિયાનગર પોલીસ સ્ટેશનના કથિત કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવાનને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર પોલીસ કર્મચારી ASI અશ્વિન કાનગડની આખરે ધરપકડ કરાઇ છે.સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત તા. 14 એપ્રિલે આંબેડકરનગરમાં રહેતા હમીર રાઠોડ નામના દલિત યુવકને માલવિયાનગર પોલીસ મથકના કર્મચારી લઈ ગયા હતા અને પોલીસ મથકમાં જ ઢોર માર  મારતા યુવકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું. મૃતકના પરિવારજનો તેમજ દલિત સમાજે જવાબદાર પોલીસકર્મી  સામે હત્યાનો ગુનો નોંધાવી અને તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની ના કરી દીધી હતી , તેમજ હોસ્પિટલના ચોક ખાતે મૃતદેહને બરફની પ્લેટ પર રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.  પોલીસે મૃતકના પરિવારજનોને ખાતરી આપતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો  હતો.આ બનાવ બાદ  ASI અશ્વિન કાનગડ ફરાર હતો અને 6  દિવસ સુધી પોલીસને હાથ ન લાગ્યો હતો.  અંતે 20 એપ્રિલે શુક્રવારે સાંજે અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી હતી.