ભારતનગર ખાતેઅજાણ્યા ઇસમો દ્વારા અંદર  રાખેલા  મોબાઈલ ફોન  રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી

ભારતનગર ખાતે મુખ્ય બજારમાં આવેલી જલારામ મોબાઇલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અંદર રાખેલા મોબાઈલ ફોન  રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી થઈ હતી . ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ  સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યો હતો. ભારતનગરમાં રહેતા યુવાનેએ સોમવારે રાત્રિના દુકાન વધાવી ઘરે ગયા હતા. ત્યારબાદ  હનુમાન જયંતી હોવાથી વેપારી મંદિરે દર્શન કરી દુકાનની સફાઈ  કરવા ગયા હતા. આ દરમિયાન ચોરીના બનાવની જાણ થઈ હતી. વેપારીએ દુકાનમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ દુકાનના પતરાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રિપારિંગ માટે આવેલા જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન પાંચ તથા એક પાવર બેંકની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.